સિરિયામાં હાલમાં કરાયેલા કેમિકલ હુમલા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ ગુસ્સે થયા છે,. સિરિયા પર મિસાઈલ  હુમલો કરવાની સંભાવના

0
737
Reuters

તાજેતરમાં જ સિરિયામાં રાસાયણિક હુમલાઓ કરવામાં આવતા અનેક લોકોના મોત થયાં અને સેંકડો લોકો ગંભીરપણે ઘવાયાં હતા. આ કેમિકલ એટેકની ઘટનાથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયાના પ્રમુખ અસદ પર ખૂબ ગુસ્સે ભરાયા છે. અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ સિરિયા પ્રત્યે નરમ વલણ રાખીને કોઈ પગલાં ન લીધાં, તેને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સિરિયાના પ્રમુખ અસદને તેમણે જાનવર કહ્યા હતા. તેમણે એક ટવીટ કરીને કહ્યું હતું કે, હજી સુધી તેમણે સિરિયા પર હુમલો કરવાનું કહ્યુ નથી પરંતુ વહેલી તકે એ થઈ શકે છે. સિરિયામાં અમેરિકા લશ્કરી કાર્યવાહી કરવાની દિશામાં આગેકદમ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અમેરિકા સીરિયા પર મિસાઈલ હુમંલા કરવાની તૈયારી કરતું હોવાનું આઘારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. સિરિયામાં બળવાખોરોના જૂથો પર કેમિકલ હુમલા કરવાના પ્રમુખ અસદના પગલાને ટેકો આપવા બદલ તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીન પુટિનની પણ સખત ટીકા કરી હતી.