સિરિયામાં સંદેહયુક્ત રાસાયણિક હુમલો- અનેક લોકોનાં મોત

0
759

સિરિયામાં સરકાર સામે વિદ્રોહ કરનારા વિરોધીઓનું વર્ચસ્વ ધરાવતા વિ્સ્તારમાં થયોવા સંદિગ્ધ રાસાયણિક હુમલાને કારણે અનેક લોકો ગુંગળાઈને મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ હુમલો સિરિયાના પૂર્વીય ભાગમાં આવેલા ગોતા પ્રાંતમાં વિરોધીઓના અંકુશ હેઠળના વિસ્તારમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓછામાં ઓછા 70 જેટલાં લોકો ગુંગળાઈને મરણ પામ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. અનેક લોકો અસગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળ્યા હતા. જો કે આ રાસાયણિક હુમલાની વાતને સિરિયાની અસદ સરકારે તેમજ રશિયાએ નકારી કાઢી હતી.

અનેક વ્યક્તિઓના શબ ભોંયતળિયે રઝળતા જોવા મળ્યા હોવાનું વ્હાઈટ હેલ્મેટના પ્રમુખ આર.એલ. શાહે ટવીટર પર સંદેશો મૂકીને જણાવ્યું હતું. અમેરિકાના વિદેશખાતાએ જણાવ્યું હતું કે, આ રાસાયણિક હુમલો અત્યંત ભયજનક ગણાય. જે એ થયો હોવાનું પુરવાર થશે તો સમગ્રવિશ્વ સમુદાય દ્વારા એની સામે કાર્યવાહી કરવામાં આવશે.