સિમ્સ હોસ્પિટલની વધુ ઍક સિધ્ધિઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધા પર સફળ સર્જરી 

 

અમદાવાદઃ વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર ઍન્જિઓપ્લાસ્ટી કરાઈ છે. ૧૦૭ વર્ષના બાદામબાઈ વ્યાસની સફળતાપૂર્વક ઍન્જિઓપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટ દ્વારા સારવાર કરાઈ છે. અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધા પર ઍન્જિઓપ્લાસ્ટી કરાયાનો દાવો કરાયો છે. મધ્યપ્રદેશના વતની ઍવા ૧૦૭ વર્ષીય વૃદ્ધાને હૃદયનો હુમલો આવતા મધ્યપ્રદેશના મંદસૌરથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૦૭ વર્ષીય વૃદ્ધાની ઍન્જિઓગ્રાફિ કરતા હૃદયની ધમનીઓમાં ૯૯ ટકા બ્લોકેજ આવ્યું હતું.

વર્ષ ૧૯૧૫માં જન્મેલા વૃદ્ધા ઍન્જિઓપ્લાસ્ટી અને ડ્રગ ઈલ્યુટિંગ સ્ટેન્ટની સારવારના ત્રણ કલાકમાં જ ચાલવા લાગ્યા. ત્યારબાદ ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજિસ્ટ અને સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે જણાવ્યું હતું કે દર્દી શુક્રવારે સિમ્સ હોસ્પિટલમાં આવ્યા અને શનિવારે મેં ઍમના રીપોર્ટસ જોયા હતા. જેમાં ૯૦ ટકા બ્લોકેજ હોય ઍવા કિસ્સામાં દર્દીનુ બચવું મુશ્કેલ હોય છે, પછી પરિવારને તમામ રિસ્ક અંગે જાણકારી અમે આપી હતી. ઍક પરિવારે જે રીતે ૧૦૭ વર્ષના વૃદ્ધાને બચાવવા પ્રયાસ કર્યો ઍ સફળ રહ્ના છે. વૃદ્ધામાં માત્ર ઍક જ સ્ટેન્ટ મૂકવાની જરૂર પડી અને હાલ તેઓ સ્વસ્થ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે વૃદ્ધાનાં પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા, પણ પરિવાર આ વૃદ્ધા જીવે ઍવું ઈચ્છતો હતો. હૃદયનો હુમલો આવ્યા બાદ મધ્યપ્રદેશથી ૫૦૦ કિમી ૮ કલાકની મુસાફરી કરીને દર્દી સિમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ગત અઠવાડિયે સિમ્સ હોસ્પિટલમાં જ ૮૦૦ ગ્રામના બાળકની પણ અમે ઍન્જિઓપ્લાસ્ટી કરી છે, ઍક દિવસના જન્મેલા બાળકની પણ સફળતાપૂર્વક ઍન્જિઓપ્લાસ્ટી કરી ચૂક્યા છે, પણ આ ૧૦૭ વર્ષની ઉંમરના વૃદ્ધા પર કરાયેલી ઍન્જિઓપ્લાસ્ટી વિશ્વમાં રેકોર્ડ છે.

બાદામબાઈનાં પૌત્ર ચંદ્રશેખર વ્યાસઍ કહ્નાં કે, દાદીના છાતીમાં દુઃખાવો થતાં અમે મધ્યપ્રદેશમાં આવેલી મંદસૌરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ રજા અપાઈ હતી, પણ ઘરે ગયા બાદ ઍમને ગભરામણ થતા ફરી હોસ્પિટલ લઈ ગયા. આખરે અમે સારવાર માટે દાદીને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ આવવાનો નિર્ણય કર્યો હતો. મારા પિતાની ઍન્જિઓગ્રાફિ પણ સિમ્સ હોસ્પિટલમાં થઈ હતી ઍટલે મને અહીં ભરોસો હતો.

ઉલ્લેખનીય છે કે, ૧૦૭ વર્ષના વૃદ્ધા બાદામબાઈ બે પુત્ર અને ૩ પુત્રીઓના માતા છે, હાલ તેઓ સ્વસ્થ છે, ઉંમર વધુ હોવાને નાતે સામાન્ય પેટની સમસ્યાઓ તેઓ અનુભવી રહ્ના છે. ઍન્જિઓગ્રાફિ કરનાર ડોક્ટર કેયુર પરીખે કહ્નાં હતું કે, ઉંમર ઍનું કામ કરતું રહે છે, પણ દાદીને હૃદયની કોઈ સમસ્યા નહિ થાય ઍવું કહી શકું છું, હાલ તેઓ ૧૦૭ વર્ષના છે, ૧૧૦ વર્ષ તેઓ પૂરા કરશે તો નવાઈ નહિ. પરિવારે બે લાખ રૂપિયાના ખર્ચની ચિંતા કર્યા વિના ૧૦૭ વર્ષના વૃદ્ધાને બચવવા જે મહેનત કરી છે, ઍ ભારત જેવા દેશમાં જ શક્ય બને