સિનિયર આર્ટિસ્ટ ફોરમનું સ્નેહમિલન કાર્યક્રમમાં દિગંત સોમપુરાનું સન્માન

 

અમદાવાદઃ છેલ્લા પંદર વર્ષથી સક્રિય રીતે કાર્યરત સિનિયર આર્ટિસ્ટ ફોરમ ગુજરાતી તખ્તાના કસબીઓ માટે પ્રયત્નશીલ છે. કોરોનાકાળની લાંબી અવધિ બાદ કલાકારોમાં નવસંચાર માટે અમદાવાદની એમ. જે. લાયબ્રેરીના હોલમાં આ ફોરમનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં સો જેટલા અગ્રણી કલાકાર કસબીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ગુજરાત ટાઈમ્સ (અમેરિકા)ના ભારત ખાતે તંત્રી દિગંત સોમપુરાનું ફ્ય્ઞ્ પ્રવૃત્તિઓ અને તેમના વિદેશોમાં સાંસ્કૃતિક પ્રદાન માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેજના જાણીતા કલાકાર અર્ચન ત્રિવેદી, હેતલ મોદીએ રંગભૂમિના ગીતોની સ્વરાભિનય રજૂઆત કરી હતી. જેમાં કૌશલ પીઠડીયા, દીપમ ભચેચ, નિધિ ભચેચ, નવીન રાવલ, વસંત પરમાર, રજૂ બારોટ દ્વારા મનોરંજક રજૂઆતો કરી હતી. કાર્યક્રમનું સુપેરે સંચાલન દિલીપ વૈષ્ણવ અને મેહુલ પટેલે કર્યું હતું. જ્યારે મહેમાનો માટે અલ્પાહારનું યોગદાન ડી. કે. પટેલે આપ્યું હતું. કાર્યક્રમમાં આવેલા જયેન્દ્ર મહેતા, દિનેશ પટેલ સહિત સર્વે મહેમાનોનું સ્વાગત અને આભારવિધિ ફોરમના પ્રમુખ હેમાબહેન મહેતાએ સંપન્ન કરી હતી.