સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ મરજાવાંનું ટ્રેલર રિલિઝ થયું..

0
837

જાણીતા ફિલ્મ નિર્માતા કરણજોહરની કંપની ધર્મા પ્રોડકશન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ભૂમિકા ભજવીને હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કરનારા સિધ્ધાર્થ મલ્હોત્રાની આત્યાર સુધી રિલિઝ થયેલી મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર સદંતર નિષ્ફળ રહી છે. સોહામમો અને પ્રતિભાશાળી કલાકાર સિધ્ધાર્થ કદાચ ફિલ્મોની પસંદગીમાં ભૂલ કરતો રહ્યો છે. એનો પોતાનો અભિનય સારો હોય તેવી એની ફિલ્મો પણ સફળતા મેળવી શકતી નથી. આમ છતાં સિધ્ધાર્થને ફિલ્મોમાં ભૂમિકા મળતી રહે છે. હવે તે ફિલ્મ મરજાવામાં તારા સુતરિયા અને રિતેશ દેશમુખ સાથે આવી રહ્યો છે. ફિલ્મમાં રિતેશ વિલનની ભૂમિકામાં છે. એકશન અને રોમાન્સથી ભરપૂર આફિલ્મ મરજાવાનું નિર્ધેશન મિલાપ ઝવેરીએ કર્યું છે. આગામી 8 નવેમ્બરે આ ફિલ્મ રિ્લિઝ થઈ રહી છે.