સિધ્ધાર્થ આનંદની સફળ ફિલ્મ બેન્ગ બેન્ગની સિક્વલ બની રહી છે

0
814
Reuters

હૃતિક રોશન અને કેટરિના કૈફની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ બેંગ બેંગ ટિકટબારી પર ખૂબ સફળ નીવડી હતી. 2014માં રજૂ થયેલી આ ફિલ્મ હોલીવુડની સફળ ફિલ્મ નાઈટ એન્ડ ડેની કથા પર આધારિત હતી. હવે આ ફિલ્મની સિક્વલ બની રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. એકવાર સ્ક્રીપ્ટ ફાયનલ થઈ જાય ત્યાર બાદ એની વિધિસર જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મમાં પણ હૃતિક રોશન અને કેટરિના કૈફની સફળ જોડીને રિપિટ કરવામાં આવશે એવી સંભાવના છે.