સિડની ડાયલોગ્સઃ મોદીએ બિટકોઈન મામલે દુનિયાને ચેતવ્યું

 

નવી દિલ્હીઃ હાલના સમયમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતા અને નિયમન પર ભારે ચર્ચા થઈ રહી છે. ક્રિપ્ટો કરન્સીને કાયદેસર કરવા મામલે સરકાર પણ ગંભીરતાપૂર્વક અને ઝડપથી એક રાષ્ટ્રીય કાયદો લાવવાની વિચારણા હેઠળ છે. જે વાતની સાબિતી છેલ્લાં એક સપ્તાહમાં આ મામલે યોજાયેલી બે મહત્ત્વપૂર્ણ બેઠકો અને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આપેલું નિવેદન આપી રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ભારતના લોકો માટે સમ્માન વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું. હું હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજીટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાને માન્યતાના રૂપમાં જોઈ રહ્યો છું. તેમણે બિટકોઈન મામલે ચેતવણી પણ આપી હતી. મોદીએ કહ્યું કે, લોકતંત્ર માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી મામલે મોદીએ કહ્યું કે, વિશ્વના તમામ લોકશાહી દેશોએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે આ ક્રપ્ટોકરન્સી કોઈ ખોટા હાથોમાં જતું નહીં રહે. આ આપણા યુવાનોને બરબાદ કરી શકે છે.

વડા પ્રધાન મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓએ સિડનીમાં સંબોધન કર્યું હતું. સિડની ડાયલોગને સંબોધન કરતી વખતે મોદીએ ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય અને યુવાનો પર તેની અસર વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી વિશ્વભરમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ વધી રહ્યો છે. ડિજીટલ યુગમાં વર્ચ્યુઅલ કરન્સી પ્રત્યે બજારનો ઝોક વધી રહ્યો છે, પરંતુ વિશ્વએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ક્રિપ્ટોકરન્સી ખોટા લોકોના હાથમાં જતી નહીં રહે. ક્રિપ્ટોનો ઉપયોગ માનવ સમાજના હિતો વિરુદ્ધ નહીં થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ યુવાનો અને ક્રિપ્ટો કરન્સી વિશે બોલતા મોદીએ કહ્યું કે, યુવાનો આ ક્રિપ્ટોકરન્સીનો કઈ રીતે ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું પડશે. અન્યથા આ આપણા યુવાનોને બરબાદ કરી નાંખશે