સિક્કિમમાં ભારે હિમવર્ષા: ૩૭૦ પર્યટકોને સેનાએ બચાવ્યા

 

સિક્કિમ: સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે સેંકડો પર્યટકો અટવાયા છે. જે બાદ ભારતીય સેનાએ પ્રવાસીઓને બચાવવા માટે ઓપરેશન હિમરાહત શરૂ કર્યુ અને દેવદૂત બનીને આ પ્રવાસીઓને બચાવ્યા. સિક્કિમમાં ભારે હિમવર્ષાના કારણે લગભગ ૯૦૦ પ્રવાસીઓ રસ્તામાં અટવાયા છે. આ તમામ ૮૯ વાહનોમાં નાથુ લા અને ત્સોમગો તળાવથી ગંગટોક પરત ફરી રહ્યા હતા. પોલીસે સેના સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રવાસીઓ ગંગટોકથી ૪૨ કિમી દૂર રસ્તામાં ફસાયેલા છે. બરફ ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યો છે અને પ્રવાસીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પમાં સમાવી શકાય છે. પૂર્વ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે વહીવટી તંત્રે થોડા દિવસો પહેલા નાથુલા અને ત્સોમગો તળાવ માટે પાસ આપવાનું બંધ કરી દીધું હતું. હિમવર્ષાને કારણે નાથુલા અને ત્સોમગો (ચાંગુ) સરોવરમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની માહિતી શેર કરી છે. એજન્સી અનુસાર, ભારતીય સેનાએ પૂર્વ સિક્કિમમાં ભારે હિમવર્ષાને કારણે નાથુલા અને ત્સોમગો સરોવરમાં ૩૭૦ પ્રવાસીઓને બચાવ્યા હતા. ભારતીય સેનાએ કહ્યું કે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની મદદથી ત્રિશકિત કોર્પ્સના જવાનોએ તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. જેને ઓપરેશન હિમ રાહત નામ આપવામાં આવ્યું હતું. પ્રવાસીઓમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જેમને ભારતીય સેનાએ દેવદૂત બનીને સુરિક્ષત રીતે બચાવ્યા હતા. ભારતીય સેના સાથે પ્રવાસીઓની તસવીરો પણ સામે આવી છે. એક સંરક્ષણ અધિકારીએ આ માહિતી આપી. સંરક્ષણ જનસંપર્ક અધિકારી લેફટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ભારતીય સેનાના ત્રિશકિત કોર્પ્સ જવાહરલાલ નહેરૂ અને નરેન્દ્ર મોદી માર્ગ પર મોડી રાત સુધી ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા અને તેમને ગરમ કપડાં, તબીબી સહાય અને ગરમ ખોરાક પૂરો પાડયો. ૧૪૨ મહિલાઓ અને ૫૦ બાળકો સહિત ઓછામાં ૩૭૦ પ્રવાસીઓએ આર્મી કેમ્પમાં રાત વિતાવી હતી, જયારે અનય ઘણા લોકો સેનાઅને પોલીસની મદદથી ગંગટોક પહોંચ્યા હતા.