સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઈનના નિષ્ણાતોનો દાવો : કોરોના વાયરસ ડિસેમ્બર સુધીમાં દુનિયાભરમાંથી ખતમ થઈ જશે…જન્મ્યો એક આશાવાદ …

0
774

 

   સિંગાપોરની યુનિવર્સિટીના ટેકનોલોજી એન્ડ ડિઝાઈનના સંશોધનકારોએ એક તારણ રજૂ કર્યું છે. તે મુજબ, સમસ્ત વિશ્વમાંથી કોરોના ડિસેમ્બર મહિના સુધીમાં નાબૂદ થઈ જશે. અમેરિકામાં 97 ટકા કેસ 12મી મે સુધીમાં સમાપ્ત થઈ જશે. ભારતમાં  કોરોનાના કેસ આગામી 22મે સુધીમાં સમાપ્ત થઈ જશે. ભારતમાં 99 ટકા કેસ 1લી જૂનમાં સમાપ્ત થસે, અને 23 જુલાઈ સુધીમાં આખું ભારત કોરોના વાયરસથી મુક્ત થઈ ગયું હશે. ચીનમાં થયેલા કોરોના વાયરસની ફેલાવાની ગતિ અને તેના દિન પ્રતિદિન વધી ગયેલા કેસના અભ્યાસ પરથી આ સંસ્થાના નિષ્ણાતોએ અનુમાન કર્યું હતું કે, 4 એપ્રિલ સુધીમાં ચીનમાંથી કોરોનાના કેસ સમાપ્ત થઈ જશે. આ અનુમાન મહદઅંશે સાચું પૂરવાર થયું છે. વિશ્વમાંથી 97ટકા કેસ મે સુધીમાં , 99 ટકા કેસ 17 જૂન સુધીમાં અને 9 ડિસેમ્બર સુધીમાં આખી દુનિયામાંથી કોરોનાની વિદાય થશે. સિંગાપોર યુનિનર્સિટીના ટેકનોલોજી અને ડિઝાઈનના સંશોધનકારોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ડ્રાઈવન ડેટાના આધારે ઉપરોકત આનુમાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.