

આગામી 12 જૂને વિશ્વના રાજકીય તખ્તા પરના બે વિશિષ્ટ મહાનુભાવો એકમેકનો મળવાના છે. અનેક લોકોના અનેક પ્રયાસો બાદ ટ્રમ્પ અને કિમ જોગ ઉન વચ્ચેની મંત્રણા શક્ય બની છે. આ બન્નેની ઐતિહાસિક મુલાકાત દરમિયાન એમની રક્ષાની જવાબદારી સિંગાપોરનું વહીવટીતંત્ર ખાસ નેપાળના ગુરખાઓને સોંપવાનું છે. આ ગુરખા સૈનિકો સાથે સિંગાપોરના પોલીસની ટૂકડી બન્ને મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થામાં સામેલ થશે. આ સુરક્ષાકર્મીઓ મુલાકાતના સ્થળ પર તેમજ મહાનભાવોને જયાં ઉતારો અપાયો છે તે હોટેલ, રસ્તાઓ તેમજ આસપાસના પરિસરો પર ચાંપતી નજર રાખશે. ઉપરોક્ત માહિતી સિંગાપોરની વીઆઈપી સુરક્ષાથી પરિચિત રાજકીય અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થઈ હતી.