સિંગાપોરના ફીનટેક ફેસ્ટિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનઃ ભારતના આર્થિક ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે, ડિઝિટલ ટ્રાન્ઝેકશનથી દેશે હજારો કરોડ રપિયા બચાવ્યા છે.અમે ગરીબી દૂર કરવા અને દેશને વિકાસને માર્ગે લઈ જવાની બાબતને પ્રાધાન્ય આપ્યું છે. ..

0
910

 

સિંગોપોરમાં આયોજિત ફીનટેક ફેસ્ટિવલમાં વકતવ્ય આપતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં આ્થિૅક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. હવે દેશની પોસ્ટઓફિસો બેન્કની ગરજ સારે છે. છેલ્લા એક વરસમાં ડિઝિટલ પેમેન્ટ 100 ટકા વધ્યું છે. જેના કારણે હજારો કરોડ રૂપિયાની બચત થઈ છે. ભારતના યુવાનોએ આજે વિશ્વને પોતાની ટેકનોલોજીનું કૌશલ્ય દેખાડી દીધું છે. હું મારા દેશનો પ્રથમ વડાપ્રધાન છું જેને અહીં પ્રવચન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે વિશ્વ ટેકનેલોજી દ્વારા ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે સરકારના વહીવટીતંત્રની કામ કરવાની  કાર્ય પધ્ધતિ પણ પરિવર્તન પામી રહી છે. અમે ગણતરીના મહિનાઓમાં જ કરોડો લોકોને બેન્ક સાથે જોડ્યા અને બેન્કમાં તેમના ખાતાંઓ ખોલ્યા. આજે અમારી પાસે 100 કરોડથી વધુ લોકોની બાયોમેટ્રિક ઓળખ છે, જેને અમે આધાર કાર્ડ તરીકે ઓળખાવીએ છીએ. સરકારે શરૂ કરેલી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને મફતમાં મેડિકલ સુવિધા પ્રાપ્ત થશે. મુદ્રા યોજનાને લીધે આજે અનેક લોકોએ પોતાનો રોજગાર- ધંધો શરૂ કર્યો છે. ભારતે ઘણો વિકાસ કર્યો છે, પણ હજી અમારે ઘણું કરવાનું બાકી છે. અમે સૌથી વધુ લોન મહિલાઓને આપી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.