સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.. પ્લાસ્ટિકના ઉપયોગને સદંતર બંધ કરાવવા માટે વિવિધ પ્રકારના પગલાંઓ લેવાશે..

0
920

  

   સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કેન્દ્ર સરકાર યુધ્ધના ધોરણે પગલાં લેવાનું વિચારી રહી છે. આ પ્રકારના પ્લાસ્ટિકના ઉત્પાદન પર પ્રતિબંધો મૂકવાની સરકારની યોજના છે. આ અંગે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી મોકલી દેવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું  છે કે, 2 ઓકટોબર પહેલાં પ્લાસ્ટિક રેટ, પ્લાસ્ટિક કટલેરીના ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવામાં આવે. પર્યાવરણ મંત્રાલયે આ મહિનાની શરુઆતમાં એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં જણાવ્યા અનુસાર, સરકારી ઓફિસ, પબ્લિક અને પ્રાયવેટ કંપનીઓ તેમજ ઓફિસોમાં કૃત્રિમ કુલ, બેનર્સ, ફલેગ,પલાસ્ટિકની પાણીની બાટલીઓ, પ્લાસ્ટિકની સ્ટેશનરી આઈટેમો વગેરે ઉપયોગ કરવામાં આવે નહિ. હાલમાં લોકોના મનમાં હજી એ વાત પૂરેપૂરી સ્પષ્ટ નથી થઈ શકી કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના હેઠળ કઈ કઈ ચીજ- વસ્તુઓનો સમાવેશ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની પરિભાષા મંત્રાલયો દ્વારા સ્પષ્ટ કરવામાં આવશે. હાલમાં 24 રાજયો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સરકારની એડવાઈઝરી પ્રમાણે, અનેક વસ્તુઓનો ઉપયોગ બંધ કરવામાં આવી શકે છે. પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક કટલેરી, કપ, ચમચી વગેરે. . દરેક ઓફિસમાં દરેક પ્રકારના કચરાને અલગ રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ એમ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકસંપર્કના જાણીતા સંપર્ક સાધનો ટીવી, રેડિયો દ્વારા લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબત જાગૃત કરતા રહેવાનું જણાવવામાં આવ્યું છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છેકે, પ્રવાસના સ્થળો. ધાર્મિક સ્થળો, સમુદ્ર તટ, શાળાઓ અને કોલેજોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને સદંતર બંધ કરવાનું કાર્ય અમલમાં મૂકાવું જોઈએ.  

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવાની વાત કહી ચૂક્યા છે. 

     હવે કંપનીઓ પ્લાસ્ટિકના વિકલ્પ અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. કંપનીઓએ સરકારની પાસે વિકલ્પ શોધવા માટે સમયની મહેતલ માગી છે.