સાહિત્ય સેવા પ્રદાન બદલ એન. જે. વાળાનું મહારાષ્ટ્ર ગવર્નર દ્વારા સન્માન

 

મહારાષ્ટ્ર રાજ્યનાં ગવર્નર હસ્તે તાજેતરમાં રાજ્યપાલ ભવન ખાતે યોજાયેલ વિશેષ સમારોહમાં ગુજરાત સરકારના (નિવૃત્ત) અધિકારી એન. જે. વાળાનું કલા, સાહિત્ય લેખન માટે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં દીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયેલા એન. જે. વાળા છેલ્લે મુંબઈસ્થિત ગુજરાત ભવનમાં મેનેજર તરીકે સેવાઓ આપી હતી. નોકરી દરમિયાન પણ તેમણે લેખનવૃત્તિ ચાલુ રાખી હતી. તેમણે કરેલી કલા, સાહિત્ય લેખનની વિશિષ્ટ પ્રવૃત્તિ બદલ મહારાષ્ટ્રનાં ગવર્નર મ. પ. ભગતસિંહ કોશ્યારીના હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બિના બુડકી (હિંદી-કાશ્મીરી સંગમ), પ્રો. દિનેશ બારોટ સહિત અનેક સાહિત્ય અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એન. જે. વાળાને અગાઉ સિનેમા આજતક એચીવર્સ એવોર્ડ (૨૦૧૮ – લેખક-દિગ્દર્શન), અમર સાહિબ મંગલ પાંડે મેમોરિયલ એવોર્ડ (૨૦૧૯) જેવા સન્માન પણ પ્રાપ્ત થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here