
અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી સારાઅલી ખાનની એક પણ ફિલ્મ હજી રિલિઝ થઈ નથી. હાલમાં સારા પાસે બે ફિલ્મો છે. અભિષેક કપૂરની કૈદારનાથ રિલિઝ થવાની તૈયારીમાં છે અને બીજી ફિલ્મ કરણ જોહર નિર્મિત રોહિત શેટ્ટી નિર્દેશિત સિમ્બા ટૂંક સમયમાં પૂર્ણ થશે. કેદારનાથ ફિલ્મનો હીરો છે સુશાંત સિંહ રાજપૂત અને સિમ્બામાં હીરોની ભૂમિકા રણવીર સિંહ ભજવે છે. સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથનું ટ્રેલર જોનારો લોકોએ સારા અલી ખાન અંગે ઉત્સાહપૂર્ણ પ્રતિભાવ આપ્યો છે. સારા અલી ખાનની આ ફિલ્મની રજૂઆત કેટલાક કારણોસર વિલંબમાં પડી હતી. આથી પોતાની પુત્રી સારાના ભવિષ્યની ચિંતા કરતા પિતા સૈફ અલી ખાને કરણ જોહરને ભલામણ કરી હતી. આથી કરણ જોહરે તેમની ફિલ્મ સિમ્બામાં સારાને હીરોઈનની ભૂમિકા આપી હતી.