સામુદાયિક જોડાણ નાણાકીય સુરક્ષામાં સહાયરૂપઃ માસમ્યુચ્યુઅલ સ્ટડી

Family with son and daughter (6-7) riding bikes in park

ન્યુ યોર્કઃ તાજેતરમાં કરાયેલા માસમ્યુચ્યુઅલ સ્ટડી મુજબ અમેરિકામાં વસતા મોટા ભાગના ભારતીય મૂળના નાગરિકો કે જેઓ સામુદાયિક જોડાણ ધરાવે છે તેઓની નાણાકીય સુરક્ષા વધુ સારી છે.

મેસેચ્યુસેટ્સ મ્યુચ્યુઅલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની (માસ મ્યુચ્યુઅલ) દ્વારા હાથ ધરાયેલા ‘યુ ગેટ વોટ યુ ગિવઃ ધ માસમ્યુચ્યુઅલ 2018 ફાઇનાન્સિયલ એન્ડ વેલનેસ કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ સ્ટડી’ના જણાવ્યા મુજબ બે અમેરિકનોમાંથી એક અમેરિકન કહે છે કે સામુદાયિક જોડાણ તેઓની નાણાકીય ક્ષમતા, સુરક્ષામાં વધારો કરે છે, જ્યારે દસ અમેરિકનમાંથી ચાર અમેરિકન કહે છે કે તેઓ સમુદાયમાં જોડાયેલા છે તેનું કારણ નાણાકીય સહાય છે.
જ્યારે એશિયન અમેરિકનોની વાત આવે છે ત્યારે આ સમુદાય સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે. આ સ્ટડીમાં ભાગ લેનારા એશિયન અમેરિકનોમાંથી 72 ટકા એશિયન અમેરિકનોએ કહ્યું હતું કે સમુદાયનો હિસ્સો બનવાના કારણે તેઓની સુખાકારી સારી રહે છે. નાણાકીય સુરક્ષા અને સામુદાયિક ભાગીદારી વચ્ચેની મહત્ત્વની કડીની ઓળખ થઈ છે તેમ અખબારી યાદી જણાવે છે.

માસમ્યુચ્યુઅલમાં કોમ્યુનિટી રિસ્પોન્સિબિલિટીના વડા ડેનિસ ડ્યુકેટે જણાવ્યું હતું કે જેઓ પોતાના નાણાકીય ભાવિ બાબતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે તેઓ કહે છે કે સામુદાયિક જોડાણ ખૂબ જ મહત્ત્વનું છે. એશિયન અમેરિકનો પોતાનાં નાણાકીય ધ્યેયો હાંસલ કરવા માટે ખૂબ જ આતુર છે. એશિયનો અમેરિકનોના 60 ટકા એશિયન અમેરિકનો ટૂંકા ગાળાના બચત ખાતામાં નાણાં નિયમિતપણે બચાવતા હતા, જ્યારે 63 ટકા એશિયન અમેરિકનો પોતાનાં નાણાં રિટાયરમેન્ટ સેવિંગ્સ એકાઇન્ટમાં મૂકતા હતા. ફાઇનાન્સિયલ વેલનેસ અને કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટનો માસમ્યુચ્યુઅલનો આ અભ્યાસ દર્શાવે છે કે આજે સમુદાયો સૌથી વધુ સુસંગત છે.

માસ મ્યુચ્યુઅલના એશિયન માર્કેટ્સના ડિરેક્ટર કેન્ડી ચાને જણાવ્યું હતું કે અમારું સંશોધન દર્શાવે છે કે લિવિંગ મ્યુચ્યુઅલ થકી આપણે આપણા સમુદાયોને વધુ મજબૂત બનાવી શકીશું અને આપણું જીવન વધુ સલામત અને આનંદમય રહેશે.