સામાજિક આદાનપ્રદાનના અભ્યાસ માટે ‘બ્રેઇન’ ગ્રાન્ટ મેળવતાં એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ

ન્યુ યોર્કઃ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં મોલેક્યુલર બાયોલોજીનાં ભારતીય-અમેરિકન એસોસિયેટ પ્રોફેસર માલા મૂર્તિ અને તેમની સંશોધકોની ટીમને 2.2 મિલિયન ડોલરની ગ્રાન્ટ મળી છે. બ્રેઇન રિસર્ચ થ્રુ એડવાન્સિંગ ઇનોવેટિવ ન્યુરોટેક્નોલોજીસ (બ્રેઇન) ઇનિશિયેટિવમાંથી આ ગ્રાન્ટ તેઓને બે પ્રાણીઓ વચ્ચેના સામાજિક આદાનપ્રદાન વિશે માનસિક અભ્યાસ કરવા માટે આપવામાં આવી છે. માલા મૂર્તિએ જણાવ્યું હતું કે બ્રેઇન ઇનિશિયેટિવ અમારા જેવા મહત્ત્વના પ્રોજેક્ટોને સહાયરૂપ થવા માટે ખૂબ જ જરૂરી છે, જે બ્રેઇનની કામગીરીના પાયાના સિદ્ધાંતોને બહાર લાવે છે.

પ્રિન્સ્ટન ન્યુરોસાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને હાર્વર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ફેકલ્ટી સ્કોલર આ ટીમના અગ્રણી છે.
ન્યુટ્રલ સરકીટ ફંક્શનના સામાન્ય સિદ્ધાંતોને બહાર લાવવા માટે આ ટીમ આ મોડેલ સિસ્ટમનો ઉપયોગ કરશે, જે વધુ જટિલ પદ્ધતિઓમાં સેન્સરમોટર ઇન્ટિગ્રેશનના અભ્યાસની માહિતી આપશે. બ્રેઇન ઇનિશિયેટિવ ન્યુરોસાયન્સ રિસર્ચને આગળ વધારવાનો મોટા પાયે પ્રયાસ છે, જે અલ્ઝાઇમર્સના રોગો, સ્કિઝોફ્રેનિયા, ઓટીઝમ, ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી સહિત બ્રેઇન ડિસોર્ડર્સની વિવિધતાની સારવાર કરશે.