સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતની બે દિવસની મુલાકાતે – સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત ..

0
982
Saudi Arabia's Crown Prince Mohammed bin Salman waves next to India's President Ram Nath Kovind and Prime Minister Narendra Modi during his ceremonial reception at the forecourt of Rashtrapati Bhavan presidential palace in New Delhi, India, February 20, 2019. REUTERS/Adnan Abidi

 

Saudi Arabia’s Crown Prince Mohammed bin Salman waves next to India’s President Ram Nath Kovind and Prime Minister Narendra Modi during his ceremonial reception at the forecourt of Rashtrapati Bhavan presidential palace in New Delhi, India, February 20, 2019. REUTERS/Adnan Abidi

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બુધવારે ભારતની  બે દિવસની મુલાકાતે પધાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદે તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને આવકારવામાં આવ્યા હતા.
 20મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રિન્સ સલમાન માટે ખાસ લંચનું આયોજન કર્યું હતું. જેમાં પાણીપુરી, કેસરી જલેબી સહિત વિવિધ ભારતીય શાકાહારી વાનગીઓ તેમજ બિન – શાકાહારી વાનગીઓ  પીરસવામાં આવી હતી. આ પ્રસંગે ગીત- સંગીતનો એક વિશેષ મનોરંજન કર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભારત- અને સાઉદી અરેબિયાએ પાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ, પ્રવાસ- પર્યટન ક્ષેત્રમાં પરસ્પર સહયોગ, આવાસ ક્ષેત્રમાં સહયોગ વગેરેનો સમાવેશ થાય છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને  કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીમારા મોટાભાઈજેવા છે. હું તેમનો નાનો ભાઈ છું.
વડાપ્રધાન નરેન્દ્ મોદીએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા ભારતનો પરમ મિત્ર દેશ છે. ભારત- શાઉદી અરેબિયાની મિત્રતા અમારા ડીએનએમાં છે.