સાઉથ ચાઇના સી મુદ્દા પર અમેરિકા સાથે વિવાદ, ચારેય તરફથી ઘેરાયું ચીન

 

નવી દિલ્હીઃ સાઉથ ચાઇના સી મુદ્દા પર ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. ચીન ચારેય તરફથી ઘેરાયું છે. ચીનને ઘેરવાની સૌથી મોટી તૈયારી સમુદ્રમાં કરવામાં આવી રહી છે. આ કારણ છે કે, ચીન પણ તેના તરફથી અમેરિકા સહિત બ્રિટન, ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીનને લઇને મોટું નિવેદન આપ્યું છે. પોમ્પિયોએ ટ્વિટ કરી કહ્યું, દક્ષિણ ચીન સાગર ચીનનું સમુદ્રી સામ્રાજ્ય નથી અને હવે સ્વતંત્ર રાષ્ટ્રોને એક સાથે આવવું પડશે.

સાઉથ ચાઇના સીમાં અમેરિકા દ્વારા સતત યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા પણ તેમની સમુદ્રી શક્તિ ચીનને દેખાડી ચુક્યા છે અને હવે તેની અસર એ છે કે ચીને પણ મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાચાર એ છે કે, ચીન બે નવા એડવાન્સ એરક્રાફ્ટ કેરિયર્સ બનાવવામાં લાગ્યું છે. તમને જણાવી દઇએ કે, સાઉથ ચાઇના સીમાં અમેરિકાના બે એરક્રાફ્ટ કેરિયર પહેલાથી જ તૈનાત છે