સાઉથ આફ્રિકાના ધરખમ બેટ્સમેન એબી ડી વિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ


પ્રિટોરિયાઃ ક્રિકેટજગતના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા એબી ડી વિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સાઉથ આફ્રિકા માટે 14 વર્ષ ક્રિકેટ રમનારા ડી વિલિયર્સે આ જાહેરાત કરીને ક્રિકેટજગત-પોતાના પ્રશંસકોને આંચકો આપ્યો છે. ડી વિલિયર્સે કહ્યું કે હું હવે થાકી ગયો છું. હવે મારું શરીર ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે તેવું રહ્યું નથી. ડી વિલિયર્સ ત્રણેય ફોર્મેટમાં કુલ મળી 420 મેચ રમ્યો છે, જેમાં 20 હજારથી વધુ રન કર્યા છે. તેણે ટેસ્ટ અને વન-ડેમાં 50થી વધુ એવરેજથી રન કર્યા છે અને 47 સદી કરી છે. ડી વિલિયર્સ વન-ડેમાં સૌથી વધુ 31 બોલમાં સદી કરનાર બેટ્સમેન છે.