સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળશે ૫૧મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમને ખુશી છે કે દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમયાંતરે દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે  આ વર્ષનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાંતને આપવાની જાહેરાત કરતા અમને ખુબ ખુશી છે. રજનીકાંત છેલ્લા પાંચ દાયકાથી સિનેમાની દુનિયામાં રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદાસાહેબ ફાળકેની જ્યૂરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.