
જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જૌહર પોતાની આગામી હિન્દી ફિલ્મ માટે દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસને સાઈન કરવા માગે છે. એ માટે તેમણે પ્રભાસનો સંપર્ક પણ સાધ્યો હતો. પરંતુ પ્રભાસે ફિલ્મમાં ભૂમિકા ભજવવા રૂપિયા 20 કરોડની ફીની માગણી કરી હતી. જેને કારણે વાત આગળ વધી શકી નહોતી. બોલીવુડના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, કરણ જૌહરે ફરીથી પ્રભાસને ઓફર કરી , જે પ્રભાસે પુનઃ નકારી કાઢી હતી. હાલમાં પ્રભાસ પોતાની આગામી ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ હાલમાં બીજા કોઈ પ્રોજેક્ટ માટે સમય ફાળવી શકે એમ નથી. સાહો એકશન અને થ્રીલરથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ આશરે 300 કરોડ રૂપિયાનું છે. સાહો ફિલ્મમાં પ્રભાસની સાથે હીરોઈનની ભૂમિકા શ્રધ્ધા કપૂર ભજવે છે. બાહુબલીની અપ્રતિમ સફળતા બાદ હવે પ્રભાસને પોતાની આગામી ફિલ્મ સાહો માટે બહુ અપેક્ષાઓ છે.