સાઉથઈન્ડિયન તેમજ બોલીવુડની હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા આર. માધવનની નવી વેબ સિરિઝ આવી રહી છે..

 

     

   પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી અભિનેતા આર. માધવન થ્રી ઈડિયટસ, તનુ વેડસ મનુ, રામજી લંડનવાલે વગેરે હિન્દી ફિ્લ્મમાં સુંદર ભૂમિકાઓ ભજવીને લોકોની પ્રશંસા મેળવી ચૂક્યો છે. તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર, એની વેબ સિરિઝ બ્રીધની પ્રેક્ષકો અને વિવે્ચકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. હવે માધવન એક વધુ વેબ સિરિઝમાં ભૂમિકા ભજવી રહ્યો છે. જેનું નામ છેઃ સેવન્થ સેન્સ આ સિરિઝનું નિર્માણ ફિલ્મ આંખે ફેઈમ નિર્માતા ગૌરાંગ દોશી કરી રહ્યા છે. તેઓ અભિનેતા જિમી શેરગિલને લઈને લાઈન ઓફ ફાયર નામની સિરિઝ પણ કરવાના છે. માધવન ને જિમી શેરગિલના ફિલ્મી ચાહકો બહોળી સંખ્યામાં છે. આ બન્ને કલાકારોને ચાહકો વેબ સિરિઝમાં પણ પસંદ કરીૂ ચુકયા છે. માધવનની આગામી વેબ સિરિઝમાં તેની સાથે અન્ય કલાકારો રોનિત રોય, ચંકી પાંડે, અહેસાસ ખન્ના, આશિમ ગુલાટી અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય  પણ ભૂમિકા ભજવી રહ્યા છે.