સાઇલન્ટ ફિલ્મ ‘મરક્યુરી’ થ્રિલરનો અનુભવ કરાવશેઃ

Mysuru: Actor Prabhudheva during mahurat of his untitled project in Mysuru. (Photo: IANS)
પ્રભુદેવા

કોરિયોગ્રાફર-અભિનેતા-નિર્માતા પ્રભુદેવા પોતાની આગામી તમિલ સાઇલન્ટ થ્રિલર ફિલ્મ ‘મરક્યુરી’ વિશે ખૂબ જ ઉત્સાહી છે અને તે કહે છે કે આ ફિલ્મ દર્શકોને થ્રિલિંગ કરાવશે અને સીટ સાથે દર્શકોને જકડી રાખશે. પ્રભુદેવાએ કહ્યું કે લાંબા સમય પછી હું અભિનય કરી રહ્યો છું. આ સાઇલન્ટ થ્રિલરમાં સંવાદો નથી. તાજેતરમાં અમે ફિલ્મની હિન્દી રિલીઝ માટે એક ગીતનું શૂટિંગ કર્યું હતું, જેને મિથુને કંપોઝ કર્યું છે. આ પણ મારા માટે પ્રથમ અનુભવ છે. કાર્તિક સુબ્બારાજ દિગ્દર્શિત આ ફિલ્મમાં સનંથ, દીપક અને રેમયા નામબીસન છે. ફિલ્મ 13મી એપ્રિલે રીલીઝ થશે.
મિથુન કહે છે કે આ ફિલ્મ સાઇલન્ટ છે, તેમાં કોઈ સંવાદો નથી, પણ ડિરેક્ટરના વિઝન અને અભિનેતાનો અભિનય ફક્ત સંગીત દ્વારા જ પ્રદર્શિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here