સહાયતા મેળવવી એ કંઈ બંધારણીય અધિકાર નથીઃ સુપ્રીમ કોર્ટે કરી સ્પષ્ટતા ..

 

             સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, સહાયતા પ્રાપ્ત કરવી એ કંઈ કોઈનો બંધારણીય અધિકાર નથી. સરકાર  શિક્ષણ સંસ્થાઓને સહાય આપતી વખતે નાણાકીય મર્યાદા અને ખામીઓ સહિતના વિવિધ પરિબળો પર વિચાર કરી શકે છે. હવે જયારે સંસ્થાઓને સહાય આપવાની વાત આવે છે ત્યારે તેમાં લઘુમતી અને લઘુમતી ન હોય તેવી સંસ્થાઓ જેવો ભેદભાવ રાખી ન શકાય. જસ્ટિસ એસ. કે. કૌલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશની બેન્ચે જણાવ્યું હતું  કે, સહાય મેળવવી એ કોઈ બંધારણીય અધિકાર નથી. જયારે કોઈને અપાતી સહાય બંધ કરવાનો કે પડતી મૂકવાનો નિર્ણય લેવાયો હોય તો પછી તે સંસ્થા અધિકારને આગળ ધરીને તેના સામે સવાલ ન ઊઠાવી શકે. કોઈ પણ સંસ્થા માટે આ પ્રકારના પડકાર હોય જ છે એક સંસ્થા માટે ગ્રાન્ટ ઉપલબ્ધ હોય છે તો તેના જેવી બીજી સંસ્થા માટે ગ્રાન્ટ ઉપલબ્ધ હોતી નથી. 

  હવે જો ગ્રાન્ટ મેળવવા માટે શૈક્ષણિક સંસ્થા તેના માટેની શરતો અને નિયમોનું પાલન કરવા માગતી ન હોય તો તેણે ગ્રાન્ટ લેવાનો ઈન્કાર કરી દેવો જોઈએ અને તેમે પોતાની રીતે સંસ્થા ચલાવવી જોઈએ. કોઈ સંસ્થા એમ ન કહી શકે કે મારી આ શરતોને આધારે મને ગ્રાન્ટ મળવી જોઈએ.. 

          અલ્હાબાદ હાઈકોર્ટે ધ ઈન્ટરમીડિયેટ એજ્યુકેશન એક્ટ 1921 હેઠળ રચાયેલા નિયમ 101ના દેશને ઉત્તરપ્રદેશ સરકારે ગેરબંધારણીય ગણાવીને અદાલતમાં પડકાર્યો તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે  આ નિરીક્ષમ કર્યું હતું. ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે, નીતિગત નિર્ણય જાહેર હિતને લક્ષમાં રાખીને લેવાય છે. આ પ્રકારના નિર્ણય ને પડકારી શકાતા નથી. વહીવટી સત્તા વૈધાનિક સત્તાનો અવશેષ છે. આથી સત્તાના કથિત અમલીકરણની વાત આવે ત્યારે અસ્પષ્ટ કાયદામાં સુધારાને ફક્ત અંદાજ કે અટકળના આધાર પર પડકારી ન શકાય.