સહકારી ક્ષેત્રે જાણીતા શંકરલાલ કે. સોમપુરાનું દુઃખદ અવસાન

 

અમદાવાદઃ સહકારી ક્ષેત્રે જાણીતા અને અમદાવાદની સોશ્યલ કો. ઓ. બેન્કના દીર્ઘકાલીન મેનેજર શંકરલાલ કે. સોમપુરાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું છે. 

વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી, NRG સેન્ટરના ચેરમેન અને અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’ પરિવારના દિગંત સોમપુરાના પિતાજી શંકરલાલ સ્વ. ચીમનભાઈ સરકારમાં પણ સક્રિય રીતે સંકળાયેલા હતા. હેન્ડી ક્રાફટ બોર્ડમાં તેઓ લાંબા સમય સુધી ડાયરેકટર પણ રહ્યા હતા. ઉપરાંત, તેઓએ આકાશવાણી, લેબર બોર્ડમાં પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપી હતી.