સવા લાખ કરોડનાં દેવા તળે દબાયેલ પાકિસ્તાનની ભારત સાથે વેપારની માંગ

 

ઈસ્લામાબાદ: દેવાળિયા થવાના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનને હવે ભારત સાથે વેપારી સંબંધ યાદ આવ્યા છે. પાકિસ્તાન પર વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું આશરે ‚. સવા લાખ કરોડનું દેવું છે. ઈમરાન ખાન સરકારના વાણિજ્ય સલાહકાર અબ્દુલ રઝાક દાઉદે કહ્યું છે કે, પાકિસ્તાનને ભારત સાથે વેપારી સંબંધ શ‚ કરવા જોઈએ. આવું ઝડપથી કરવું જોઈએ. ઓગસ્ટ ૨૦૧૯ પછી બંને દેશ વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રેડ બંધ છે.

હાલ પાકિસ્તાન અનેક આંતરરાષ્ટ્રીય નાણાંકીય એજન્સીઓના બ્લેક લિસ્ટમાં સામેલ છે. પાકિસ્તાનને સંયુક્ત આરબ અમીરાત પાસેથી છેલ્લા ત્રણ મહિનામાં ‚. ૩૭ હજાર કરોડની લોન લીધી છે, પરંતુ પાકિસ્તાન પર એટલું બધું દેવું છે કે, આ રકમ પણ ઓછી પડી રહી છે. પાકિસ્તાનની આયાત પણ તેની કુલ નિકાસની તુલનામાં ઘણી ઓછી છે. આ સ્થિતિમાં તેને ભારત સાથે વેપારી સંબંધ શ‚ કરવાનું યાદ આવ્યું છે. પાકિસ્તાન પર એટલું બધું દેવું છે કે, તેણે હાલના ઈતિહાસમાં સૌથી મોંઘી એક અબજ ડોલરની લોન લીધી છે. પાકિસ્તાનની કુલ જીડીપીનો ૮ ટકા હિસ્સો દેવાના ‚પમાં છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશની આર્થિક સ્થિતિ સુધારવા લોકો પાસેથી સોનું લાવવાની યોજના લાવી રહ્યા છે. તે અંતર્ગત પ્રજાનું સોનું જમા કરાશે અને તેને વિદેશી હુંડિયામણના ભંડારમાં બતાવાશે. સરકાર લોકોને કહે છે કે, આ સ્કીમ હેઠળ સોનું જમા કરાવો, જેના પર વ્યાજ મળશે. ઈમરાન સરકારે બીજા દેશો પાસેથી દ્વિપક્ષીય લોન લેવા આ નિર્ણય કર્યો છે.