સવર્ણો માટે આકર્ષક યોજનાની વર્ષાઃ ગુજરાત સરકાર દ્વારા સવર્ણોમાં અનામત વિરુધ્ધ ભભૂકતા રોષ – આક્રોશનો ઠારવાનો પ્રયાસ ..આકર્ષક યોજનાઓથી આશરે 58 જતિના દોઢ કરોડ લોકોને ફાયદો થશે..

0
749
Reuters

રાજકારણ શતરંજની બાજી જેવું છે. જેને પાસા ફેંકતા આવ઼ડે એ જીતે. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાત રાજ્ય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે. વળી આ રાજ્યની પ્રગતિના પડઘા આખા દેશમાં પડે છે. આમ પણ ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ભૂતકાળમાં  અનામતના કારણે ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારને ઘણું વેઠવું પડે્યું છે. વળી હાર્દિક પટેલે પાટીદારોના અનામત આંદોલનની નેતાગીરી લીધી છે. ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ છે. આમ જુઓ તો અનામતના કારણે જે લાભો ઈતર જનજાતિઓને મળે છે , તેનાથી સવર્ણો વંચિત રહે છે. આથી અનામતની પધ્ધતિ સામે  સવર્ણો બળાપો વ્યક્ત કરતાં રહે છે. આગામી ચૂંટણી દરમિયાન પરિસ્થિતિ વધુ ન વણસે અને સવર્ણો ભાજપથી વિમુખ ના થઈ જાય એ વાત લક્ષમાં રાખીને ગુજરાત સરકારે સવર્ણોને મબલક લાભદાયી યોજનાઓની ભેટ આપી દીધી છે જેને કારણે ઉજળિયાત સમુદાય રાજી રાજી થઈ ગયો છ.વિદેશમાં જઈને અભ્યાસ કરવા જનારા સવર્ણ વિદ્યાર્થીને 15લાખ રૂપિયાની મદદ કરવાનું સરકારે જાહેર કર્યું છે. બિનઅનામત વર્ગના આશરે દોઢ કરોડ લોકોને એનો લાભ મળી શકશે. પાટીદારો માટે અનામતની માગણી માટે  આંદાલન કરવારા અગ્રણી નેતા હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાના છે. હાર્દિકના આંદોલનને નબળું પાડવાના આશયથી સરકારે મહત્વપૂર્ણ કૂટનીતિ સાથે ચાલ ચાલી છે. સરકાર દ્વારા સવર્ણ વિદ્યાર્થીઓ માટે અનેક શૈક્ષણિક આર્થિક સહાય યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ સિવાય સવર્ણ વિદ્યાર્થીને ચાર ટકાના વ્યાજે 10 લાખ રૂપિયાની લોન આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીને ભોજન સહાય તેમજ 9મા ધોરણથી  12 ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓને ફુડ બિલ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

  સરકાર વાન, રિક્ષા જેવા સ્વરાોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે પાંચ ટકાના વ્યાજે રૂપિયા 10 લાખની લોન આપશે. વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા કોચિંગ અને ટયુશન ફી તરીકે પણ દર વરસે આપવામાં આવશે.

ઉપરોક્ત વિવિધ યોજનાઓની જાહેરાત કરતાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સવર્ણોની માંગો વિષે વિચારવા રચવામાં આવેલા નિગમની કમિટીએ છ મહિનાઓ સુધી તમામ માગણીઓ અને યોજનાઓ વિષયક ચર્ચા- વિચારણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન  હેઠળ આ યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ યોજનાઓ વર્તમાન વરસના નવા શૈક્ષણિક સત્રથી જ અમલમાં મૂકવામાં આવશે.