સવર્ણોને 10 ટકા અનામતનું બિલ (પ્રસ્તાવ) લોકસભામાં  323 સભ્યોની બહુમતી મંજૂરી સાથે પસાર થઈ ગયું , પણ હવે રાજ્યસભામાં બિલ રજૂ કરાશે ત્યારે…

0
758

સવર્ણોને નોકરી તેમજ શિક્ષણના ક્ષેત્રોમાં આરક્ષણ- અનામત આપવાની માગણીને સુનિશ્ચિત કરતું સંશોધન વિધેયક 323 સભ્યોની બહુમતી મંજૂરી સાથે લોકસભામાંથી પસાર થઈ ગયું, હવે એને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 244 છે. આથી ઉપરોકત બિલને પસાર કરાવવા માટે 163 સભ્યોની મંજૂરી મેળવવાનું અનિવાર્ય બની રહે. ભાજપના 73 સાંસદે સહિત એનડીએ પાસે 88 સાંસદો છે. કોંગ્રેસ પાસે 50, સમાજવાદી પાર્ટી પાસે 13, બહુજનસમાજવાદી  પાર્ટી પાસે 4, સમાજવાદી પાર્ટી પાસે 13, રામવિલાસ પાસવાનના લોકદળ પાસે 4 અને આપ પાસે 3 સાંસદો છે.