સલમાન સાથે કામ કરવા મળશે એટલે હું નસીબદાર છુંઃ દિશા પટની


બોલીવુડની ઊભરતી અભિનેત્રી દિશા પટની કહે છે કે મને અલી અબ્બાસ ઝફરની સુપરસ્ટાર સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ભારત’માં કામ કરવાની તક મળી તે માટે હું મારી જાતને નસીબદાર ગણું છું. ‘ભારત’માં મારો રોલ સલમાનની બહેનનો હોવાથી હું સલમાન સાથે થોડાં દશ્યોમાં હોઇશ, પરંતુ ઓડિયન્સ મારી હાજરીની નોંધ લેશે એ પૂરતું છે.
દિશાએ કહ્યું કે મારો આ મનગમતો રોલ છે. હું પોતે ફિટનેસલવર છું અને જિમમાં નિયમિત જાઉં છું. આ રોલ કરવાની મને મજા પડશે. ‘ભારત’માં મારો રોલ સરકસમાં જોવા મળતી ટ્રેપેઝ ગર્લનો છે. ‘ભારત’ ફિલ્મ સાઉથ કોરિયન હિટ ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ પરથી બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here