સલમાન ખાન ભવિષ્યમાં બિગ બોસ શો હોસ્ટ નહિ કરે –એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે..

0
1636

 

                       બિગ બોસ-13નો ફિનાલે હમણા થોડાક દિવસ પહેલા જ સમાપ્ત થયો હતો. ટીવીના જાણીતા કલાકાર સિધ્ધાર્થ શુકલા વિજેતા ઘોષિત થયા હતા. સિધ્ધાર્થ શુકલા વિજેતા ઘોષિત થયા હોવાથી સલમાન ખાન નારાજ છે. સિધ્ધાર્થ વિજેતાનું પદ ડિઝર્વ કરતો નહોતો એવું કેટલાક કોન્ટેસ્ટન્ટ સહિત સલમાન ખાનનું માનવું છે. કલર્સ ચેનલનો આ શો આ વરસે બહુ ચર્ચાસ્પદ રહ્યો હતો. 

    ભારતના  ટીવી અને સિનેમાના પ્રેક્ષકોમાં યુવાવર્ગની ટકાવારી મોટી છે. મનોરંજનના માધ્યમો બદલાયાં છે. તેને માણવાના માપદંડ પણ બદલાયા છે. તેને નાણવાના મૂલ્યો અને માપદંડ પણ બદલાઈ રહ્યા છે. આથી વિદેશી કોન્સેપ્ટની ભારતીયતાના વાઘા પહેરાવીને જો તમાશો કરવામાં આવે છે, તે જોનારા પ્રેક્ષકોની રસ- રુચિ માટે સંદેહ જાગે એવું છે. ભલે છોખલિયા વૃત્તિ ના રાખીએ તો પણ આ બિગ બોસ જેવા કાર્યક્રમોનો અર્થ શું છે.. એ જોવાથી કયા પ્રકારનું મનોરંજન મળે છે, કહેવાતા આ સેલિબ્રિટીની હરકતો અને  વર્તાવ શું શું પ્રગટ કરે છે.. એ વિષે ગંભીરતાથી વિચારાવું જોઈએ. કલાની અભિવ્યકિતના સ્વાતંત્ર્યને નામે સ્વછંદતા અને વિકૃતિભરી રજૂઆતો કયાં જઈને અટકશે…