સલમાન ખાન પ્રોડકશન્સના નેજા હેઠળ બની રહી છે એક સરસ કોમેડી ફિલ્મઃ બુલબુલ મેરેજ હોલ ..

 

 સલમાન ખાનના પ્રોડકશન હેઠળ એક સરસ રમૂજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું નામ છે- બુલબુલ મેરેજ હોલ. આ ફિલ્મમાં જાણીતા ટીવી સ્ટાર અને કેટલીક હિન્દી ફિલ્મોમાં લીડ રોલ કરી ચુકેલા સોહામણા અભિનેતા પુલકિત સમ્રાટમુખ્ય ભૂમિકા બજવી રહ્યા છે. જેમાં તેમની સાથે કૃતિ ખરબંદા હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે. આફિલ્મની વાર્તા લખનઉની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. એક લગ્નપ્રસંગની આસપાસ વાર્તા ગુંથવામાં આવી છે. આ ફિલ્મમાં ડેઈઝી શાહ અને પ્રસિધ્ધ સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર પણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ફલોર પર જવાની હતી, પરંતુ કોરોનાને કારણે સૂટિંગની ડેટ મુલત્વી રહી છે. રોહિત નાયર આ ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમગર્લના સ્ક્રીપ્ટ રાઈટર રાજ શાડિલ્યે આફિલ્મની પટકથા લખી છે. પુલકિત સમ્રાટ અને કૃતિ ફરબંદા લાંબા સમયથી ડેટિેંગ કરી રહ્યા છે. બન્ને વચ્ચેના હાસ્યસભર પ્રણયપ્રસંગો જોવાની પ્રેક્ષકોને ખૂબ મજા આવશે.