સલમાન ખાન પ્રોડકશન્સની રોમેન્ટિક  ફિલ્મ લવરાત્રિ માં આયુષ શર્મા હીરોની ભૂમિકામાં રજૂ થશે

0
917

બોલીવુડના સુપર સ્ટાર ગણાતા સલમાન ખાન એમના બનેવી માટે ખાસ ફિલ્મનું નિર્માણ  કરી રહ્યા છે. આ રોમેન્ટિક ફિલ્મનું નામ છે- લવરાત્રિ . જેમાં સલમાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા હીરોની ભૂમિકામાં રજૂ થશે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. તેની સાથે હીરોઈનની ભૂમિકામાં વારિના હુસૈન હીરોઈનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું પોસ્ટર વેલેન્ટાઈન ડે ના રિલિઝ કરવામાં આવ્યું હતું. વારિના હુસૈન વિષે સલમાન ખૂબ આશાવાદી છે. તે ખૂબ જ સુંદર અને લાવણ્યમયી યુવતી છે. સલમાને પણ તેને પ્રસિધ્ધિ અપાવવા માટે અનેક ગિમિક્સ કરી છે. આયુષ શર્મા અને વારિનાની કેમિસ્ટ્રી ફિલ્મમાં કેટલી સુસંગત રહેશે તેના પર જ એની સફળતા નક્કી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here