સલમાન ખાન અને સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ઈન્શા અલ્લાહ  હમણાં શરૂ નહિ થાય . 

0
1707

 

 સલમાન ખાન અને સંજય લીલા ભણશાળી – બન્ને ઘણા વરસો બાદ ફરી એકસાથે કામ કરવાના હતા. સંજયની ફિલ્મમાં સલમાન ખાન હીરો અને આલિયા ભટ્ટ હીરોઈન તરીકે ચમકવાના હતા, પણ સંજય અને સલમાન ખાન વચ્ચે કશોક મતભેદ સર્જાવાને કારણે હાલમાં તો આ પ્રોજેક્ટ બંધ કરાયો હોવાની માહિતી બોલીવુડના સત્તાવાર સૂત્રોએ આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન પોતે ફિલ્મમાં ભૂમિકા ભજવવાનું મહેનતાણુ જ નથી લેતો, પણ એ સાથે સાથે એ ફિલ્મના પ્રોફિટમાં પણ હિસ્સો માગે છે. આ વાત સંજય લીલા ભણસાળીને મંજૂર નથી. વળી એવી વાત પણ જાણવા મળી હતી કે, સલમાન ખાન ફિલ્મના નિર્માણના કામમાં ખૂબ જ ડખલ કરતો રહે છે, ગીતકાર, સંગીતકાર , સાથીકલાકારો વગેરે દરેક બાબતમાં એ પોતાની પસંદગીને જ પ્રાધાન્ય આપવામાં આને એવું માને છે. જયારે સંજય પોતે એક કાબેલ અને નીવડેલા ડિરેકટર છે. સંજયમાં બહુમુખી પ્રતિભા છે. એના નામ અને કામ પર ફિલ્મો ટિકિટબારી પર સફળ થાય છે. એટલે સલમાન ખાનની શરતો એમને ગળે ના ઉતરે એ સ્વાભાવિક છે. જોકે અસલ બાબત શું હતી તે હાલમાં જાણવા મળ્યું નથી, પરંતુ ઈન્શા અલ્લાહ હાલ પૂરતી તો મુલત્વી રહી છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here