સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’માં પ્રિયંકા ચોપરા નહિ, કેટરીના કૈફ


ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’ સુપરડુપર હિટ ગઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે ફરીથી સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’માં કેટરીના કૈફ ચમકી રહી છે. આ ફિલ્મમાં અગાઉ પ્રિયંકા ચોપરાની પસંદગી થઈ હોવાના અહેવાલો હતા.
ડિરેક્ટર અલી અબ્બાસ જફર સાથે પ્રિયંકાએ ફિલ્મ ‘ગુંડે’માં કામ કર્યું હતું. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જોકે પ્રિયંકા અત્યારે પોતાની આગામી અંતરીક્ષયાત્રી કલ્પના ચાવલાના જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મની તૈયારી કરી રહી છે. આથી પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો છે. એટલે કેટરીનાને સ્થાન મળ્યું છે. ‘ભારત’માં બોબી દેઓલની પણ મહત્ત્વની ભૂમિકા છે.
અલી અબ્બાસ ઝફરે યશરાજની ફિલ્મ સુલતાન દ્વારા સલમાન સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. સુલતાન હિટ થઈ એટલે અલી અબ્બાસ ઝફરે ‘ટાઇગર જિંદા હૈ’ બનાવી અને એ સુપરડુપર હિટ થતાં સલમાન સાથે ત્રીજી ફિલ્મ ‘ભારત’ બનાવી રહ્યા છે.
આ ફિલ્મ દ્વારા સલમાન અને કેટરીના પણ તાજેતરના ભૂતકાળમાં ત્રીજી ફિ્લ્મ એકસાથે કરી રહ્યાં છે. કેટરીના ‘ભારત’માં ચમકશે તો સલમાન સાથેની ત્રીજી ફિલ્મ હશે.