સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-3ની સેટેલાઈટસ રાઈટસ 150 કરોડમાં વેચાયા

0
797

 

બોલીવુડમાં સારો અભિનય કરનારા પ્રતિભાશાળી કલાકારો અનેક છે, પણ એમાંના મોટાભાગના કલાકારોને યોગ્ય તક નથી મળતી. સારા કલાકારોને પોતાની અભિનયશક્તિ  પ્રગટ કરે તેવી ભૂમિકાઓ નથી મળતી. પણ નસીબદાર કલાકારોને ધન, કીર્તિ ,યશ અને લોકપ્રિયતા બધું જ સરળતાથી મળી જાય છે. સલમાન ખાન આવો જ નસીબદાર અભિનેતા છે. છેલ્લા એક દાયકાથી એની દરેક ફિલ્મ ટિકિટબારી પર કરોડોનો બિઝનેસ કરે છે. નજીકના ભવિષ્યમાં રજૂ થઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ રેસ- 3ના સેટેલાઈટ અધિકારો 150 કરોડમાં વેચાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.  રેસ-3 ફિલ્મમાં સલમાનખાન સાથે જેકલિન ફર્નાન્ડીસ, ડેઝી શાહ, બોબી દેઓલ, અનિલ કપુર વગેરે કલાકાર ભૂમિકા ભજવી રહ્યો છે. જાણીતા નૃત્ય કોરિયોગ્રાફર રેમો ડિસોઝા ફિલ્મના ડિરેકટર છે. ફિલ્મની રજૂઆત નથી થઈ તે પહેલાં ફિલ્મે 150 કરોડ કમાઇ લીધા, એનું નામ નસીબ !!