સર્વોચ્ચ અદાલતની કામકાજમાં સરકારની ડખલગીરીથી નારાજ જસ્ટિસ ચેલમેશ્વર – ચીફ જસ્ટિસને પત્ર લખી ફરિયાદ કરી…

0
860

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે ભારતના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક છ પાનાંનો પત્ર લખ્યો છે.જેમાં તેમણે રજૂ કરેલા મુદા્ઓના નિરાકરણ માટે ફુલ કોર્ટ બોલાવવાની માગણી કરી હતી.  

તેમણે પોતાના પત્રની નકલ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને મોકલી આપી છે. 21માર્ચના લકાયેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છેકે, અદાલતના કામકાજમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે, તે યોગ્ય નથી. આ અગાઉ પણ ન્યાયાધીશ ચેલમેશ્વરે અન્ય ત્રણ ન્યાયાધીશો સાથે મળીને ગત 12મી જાન્યુઆરીના એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનું કામકાજ યોગ્ય રીતે ચાલતું નથી. ન્યાયાધીશ ચેલમેશ્વરે પત્રમાં પાંચ મુદા્ઓ બાબત અંગૂલી નિર્દેશ કર્યો છે.

1- કોઈ પણ દેશમાં સરકાર અને  ન્યાયતંત્ર વચ્ચે દોસ્તી હોય એ લોકતંત્ર માટે ઘાતક છે. આ બન્ને સ્તંભો લોકતંત્રની રખેવાળી કરવાની ફરજ બજાવે છે.એટલે આ બન્નેમાં પરસ્પર સરાહના ન કરવી જોઈએ. સરકાર અને ન્યાયતંત્ર માત્ર બંધારણની રુએ સાથીદાર છે.

.2-કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આપણી જાણ બહાર સરકારી આદેશોનું શીઘ્ર પાલન કરવામાં વધુ તત્પરતા બતાવી રહ્યા છે.

3-આપણે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છીએ. આપણા પર સરકારની ડખલગીરીને વશ થઈને આપણું સ્વાતંત્ર્ય અને ન્યાયતંત્રની પવિત્રતા સરકારના હાથમાં સોંપી દીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

4- થોડાક સમયથી આપણો અનુભવ સારો નથી રહ્યો. નિપુણ ન્યાયાધીશોની ઉપેક્ષા કરવામાં આવે છે.

5- સરકાર ન્યાયતંત્ર સાથે સીધેસીધી વાત કરે અને કોઈ ચુકાદા કે મામલા બાબત આદેશ આપે એ પરિસ્થિતિ ઉચિત ન ગણાય