સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ માનનીય દીપક મિશ્રાએ આખરે  મૌન તોડ્યું…..

0
839

 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આજે સ્વતંત્રતાદિન 15મી ઓગસ્ટે મૌન તોડીને એક ધારદાર અને મનનીય નિવેદન કર્યું હતું. જેમને ભારતના ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, જેમને ભારતની કાનૂની પ્રણાલી પ્રત્યે તેમજ તેનું અર્થઘટન કરીને ન્યાય આપતા ન્યાયતંત્રના સાચા રખેવાળ માટે આદર છે તે સહુ માટે આ નિવેદન પ્રેરક બની રહે તેવું છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, જયુડિશિયરી- ન્યાયતંત્ર કે એની કામ કરવાની સિસ્ટમ – પધ્ધતિ બાબત આલોચના કરવી, એની ટીકા કરવી કે એના પર હુમલો કરવો એ બહુજ સરળ કામ છે. પરંતુ સિસ્ટમને યોગ્ય દિશા તરફ વાળવી અને તેને યથાવત રાખવી એ ખૂબ જ કપરું કામ છે.

આજે 15મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં ધ્વજવંદન કર્યા પછી ઉપસ્થિત જજ, વકીલો તેમજ કોર્ટના સ્ટાફને સંબોધતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સીનિયર ન્યાયાધીશોને પોતાની અંગત મહત્વાકાંક્ષાઓ વિષે વિચારવાનું છોડીને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારવાની સલાહ આપી હતી. માનનીય ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ વધુમાં  જણાવ્યું હતું કે, વ્યવસ્થામાં નક્કર અને મજબૂત સુધારાઓ કરવા માટે તર્કસંગતતા, પરિપક્વતાપૂર્ણ અભિગમ, જવાબદારી અને સ્થિરતા હોવી જરૂરી છે. એ માટે જરૂરી છે પ્રોડક્ટિવ બનવું, કાઉન્ટર પ્રોડક્ટિવ નહિ.