સરોગસી બિલ આજે લોકસભામાં મંજૂર કરવામાં આવ્યું

0
997
Reuters

સરોગસી બિલ આજે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. માત્ર નિઃસંતાન દંપતીને મદદ કરવાના હેતુથી જ તેમના નજીકના સગાં- સંબંધીઓ અને પરિવારજનો સરોગસી માટે સહાય કરી શકશે. કાયદામાં આ પ્રકારનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. નવા કાનૂન મુજબ, સમલૈંગિક , સિંગલ પેરેન્ટ સરોગસી માટે ભાડૂતી કૂખ નહિ મેળવી શકે. આમ છતાં કેટલીક મહિલા સાંસદોએ એવી માગણી કરાી છે કે, સિંગલ ફાધર બનવાની છૂટ આપવી જોઈએ. ધ સરોગસી રેગ્યુલેશન બિલ -2016  પર લોકસભામાં આશરે એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. કોંગ્રેસ અને અન્ના ડીએમકેના સાંસદોએ આ બિલમાં થોડાક સુધારા પણ સૂચવ્યા હતા. સમાજના વિભિન્ન વર્ગના લોકો, રાજકીય દળો અને સુપ્રીમ કોર્ટે કમર્શિયલ સરોગસીનો વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here