ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનો હોદો્ે સર્વોચ્ચ ગણાય છે. બંધારણીય રુએ તેઓ દેશના વડા છે. ભારતની ત્રણે લશ્કરી પાંખોૃ ભૂમિદળ, હવાઈ દળ અને વાયુ સેનાના તેઓ સર્વોચ્ચ વડા છે. આ હોદા્ની શાન અને ગૌરવ વધારનારા અને મહાન રાષ્ટ્રપતિઓ ભારત દેશને પ્રાપ્ત થયા છે. જેમાં સાદગી પ્રિય , નિરાડંબરી અને વિદ્વાન રાષ્ટ્રપતિ જે અબ્દુલ કલામનું નામ મોખરે છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિપદે વિરાજતા માનનીય રામનાથ કોવિંદજી પણ ખૂબ જ સરલ સ્વભાવના અને સાદાઈથી જીવન જીવનારા મહાનુભાવ છે. તાજેતરમાં તેમણે પોતાના પૌત્રૌ અને પૌત્રીઓ સાથે સિમલાના એક બુક સ્ટોરની મુલાકાત લીધી હતી. તેઓ ઉનાળાના વેકેશનમાં તેમના પૌત્રો અને પૌત્રીઓ વાંચી શકે તેવા પુસ્તકો ખરીદવા ખુદ બુક- સ્ટોરની મુલાકાતો ગયા હતા. કોઈ અંગરક્ષકોનો કાફલો નહિ, કોઈ ઠાઠમાઠ કે ભપકો નહિ, વીવીવીઆઈપી તરીકેના માન – સન્માન, આડંબર કે દેખાડો નહિ..પોતાના સંતાનોનાં સંતાનો સાથે એક દાદા કે નાના કોઈક સ્થળની મુલાકાતે જતા હોય એટલી સહજતાના ભાવ સાથે તેઓ બુક- સ્ટોરમાં ગયા હતા. બુક સ્ટોરમાં તેમણે પોતાના પૌત્ર- પૌત્રીઓને વાંચવાલાય ક પુસ્તકો પણ શોધ્યા અને પસંદ કર્યા હતા. પુસ્તકો ખરીદી લીધા પછી તેમણે ડિજિટલ પધ્ધતિથી પુસ્તકોના બિલનું પેમેન્ટ કર્યું હતું