સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 31મી ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાશે

0
1044

 

આવરસે 31મી ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી આવી રહી છે. એની ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દિવસે કેવડિયા કોલોની ખાતે પ્રસ્થાપિત સરદારની 18 મીટર દીર્ધ પ્રતિમાનું લોકાર્પણ કરવા માટે તમામ કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવી છે. વડોદરાથી આશરે 100 કિ. મી. દૂર કેવડિયામાં સરદાર સરોવર ડેમથી અંદાજે 3-32 કિ.મી.ના અંતરે આવેલી સરદારની વિરાટકાય પ્રતિમાનું તેમના જન્મદિને જ લોકાર્પણ કરવાનું વહીવટીતંત્રે વિચાર્યું છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જે એન સિંહે 13મી ફેબ્રુઆરીના દિને આસ્થળની મુલાકાત લીધી હતી. નોંધપાત્ર હકીકત એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ જ આશરે રૂ. 3 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ખાત મૂહૂર્ત કર્યું હતું. ચીફ સેક્રેટરી સિંહે જણાવ્યું હતું કે, આ સ્થળને વૈશ્વિક પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. સરદારની આ પ્રતિમા દરેક મુલાકાતીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભા, શક્તિઓ અને સિધ્ધિઓની  ઝાંખી કરાવશે. 500 ફૂટની દીર્ઘ ગેલેરીમાંથી પ્રવાસીઓ આજુબાજુનું પ્રકૃતિક સૌંદર્ય અને સરોવર ડેમના મનોહર દર્શન કરી શકશે. સરદાર પટેલના જીવનનો રજૂ કરતી ઓડિયો- વિઝ્યુઅલ ગેલેરી પણ ઉપલબ્ધ હશે. લેસર પ્રકાશ – આયોજન તેમજ ધ્વનિ શો દ્વારા સરદારના જીવન પ્રસંગોથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.