સરદારની વેશભૂષામાં પુત્ર અભિષેક બચ્ચનને જોઈને ભાવુક બન્યાં મહાનાયક અમિતાભ બચ્ચન

0
1001

અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ મનમર્જિયા 2018માં 7મી સપ્ટેમ્બરે રજૂ થવાની છે. આ  ફિલ્મમાં જુનિયર બચ્ચન શીખ સરદારની ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલિઝ કરાયો છે. એક તસવીરમાં અભિષેક બચ્ચન શીખની વેશભૂષામાં નજરે પડેછે. આ ફોટો નિહાળીને મહાનાયક અમિતાભ બચ્ચન અતિ ભાવુક થઈ ગયા હતા. તેમણે ટવીટર પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે ટવીટરમાં કેપ્શન લખ્યું હતું – હૈંશટૈગ મનમર્જિયા, હૈશટૈગ અભિષેક બચ્ચન, તારાં દાદી તેજી કૌર સૂરી, તારા નાના  ખજાનસિંહ સુરી, તારાં નાની અમર કૌર સુરી . .. આ ક્ષણે ગર્વની અનુભૂતિ કરી રહ્યો છું…તુમ્હે બહોત સારા પ્યાર.. અમિતજીના માતા તેજી બચ્ચન શીખ પરિવારના પુત્રી હતા. હરિવંશરાય બચ્ચને તેજી કૌર સુરી સાથે પ્રેમ- લગ્ન કર્યાં હતાં.