સરકાર પાસે કોવિડ માટેનો નેશનલ પ્લાન શું છે? સુપ્રીમ કોર્ટેે કેન્દ્રને પુછ્યા ચાર અગત્યના સવાલ

 

નવી દિલ્હીઃ કોરોનાના વધી રહેલા ગ્રાફ અને હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે સાથે દવાઓની તંગીને લઈ સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્વતઃ સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને શું તેમના પાસે કોવિડ-૧૯નો સામનો કરવા માટે કોઈ એક્શન પ્લાન છે તેવો સવાલ કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર મહત્ત્વના મુદ્દે નેશનલ પ્લાન માંગ્યો હતો. તેમાં પહેલો ઓક્સિજનનો સપ્લાય, બીજો દવાઓનો સપ્લાય, ત્રીજો વેક્સિન આપવાની પ્રક્રિયા અને પદ્ધતિ અને ચોથો લોકડાઉનનો અધિકાર ફક્ત રાજ્ય સરકારને હોય, કોર્ટને નહીં તે છે. આ કેસની આગળની સુનાવણી ૨૩ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલે ૬ અલગ-અલગ કોર્ટે સંજ્ઞાન લીધું છે માટે ‘કન્ફ્યુઝન અને ડાયવર્ઝન’ની સ્થિતિ છે. દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કોલકાતા, અલાહાબાદ અને ઓડિશા આ ૬ હાઈકોર્ટમાં કોરોના સંકટ મામલે સુનાવણી ચાલી રહી છે