સરકાર ખાલી વાતો કરવાને બદલે નક્કર પગલાં લેઃ મારૂતિના ચેરમેન

નવી દિલ્હીઃ ઓટો ઉદ્યોગના અગ્રણીઓ મારૂતિ સુઝુકી ઈન્ડિયાના આર. સી. ભાર્ગવ અને ટીવીએસ મોટર્સના વેનુ શ્રીનવાસે બુધવારે સરકારી અધિકારીઓ પર માત્ર વાતો કરવા અને છેલ્લા કેટલાંક વર્ષોથી વેચાણમાં ઘટાડાને વધારવા માટે કોઈ નક્કર પગલાં ન લેવા બદલ પ્રહારો કર્યા હતા. ઉદ્યોગની સંસ્થા એસઆઈએએમના ૬૧મા વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા પીઢ ઉદ્યોગકારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભારતના વિકાસમાં ઓટો ઉદ્યોગના યોગદાનની ઓળખ કરવામાં આવી નથી અને દુઃખ વ્યક્ત કર્યું કે કાર આજે પણ લગ્ઝરી માનવામાં આવે છે જે માત્ર પૈસાદાર લોકો ખરીદી શકે છે.