
આરબીઆઈએ ટૂંકી અવધિનો લાભ જોઈને ટી- 20( ક્રિકેટ) સ્ટાઈલથી નિર્ણય લેવાનો સરકારના વહીવટીતંત્ર પર આક્ષેપ કર્યો હતો. સામેપક્ષે નાણાપ્રધાન અરુણ જેટલીએ આરબીઆઈની કાર્યપધ્ધતિ અને નિયમો અંગે સવાલો ઊભા કર્યા હતા. જેટલીએ યુપીએસરકારના શાસનકાળનો ઉલ્લેખ કરીનેો જણાવ્યું હતું કે, 2008 થી 2014ના સમયગાળા દરમિયાન બેન્કો મનફાવે તેમ લોન ધીરતા હતા. રિઝર્વ બેન્કે એ બાબતો પર ધ્યાન આપ્યું નહિ. બેન્કિંગ ક્ષેત્રમાં એનપીએનું ખરું કારઁણ એ જ છે. 2008ની વૈશ્વિક મંદી બાદ તત્કાલીન સરકારે બન્કોને મનપાવે એરીતે લોકોને લોન ધીરવાની પરવાનગી આપી હતી. જેને કારણે માત્ર એક વરસના સમયગાળૈામાં ક્રેડિટ ગ્રોથ 14 ટકાના સામાન્ય દરથી વધીને 31ટકા જેટલો થયો હતો.
હાલમાં આરબીઆઈ અને સરકાર વચ્ચે તનાવની સ્થિતિ છેત્યારે અરુણ જેટલીનું આ નિવેદન બળતામાં ઘી હોમવાનું કામ કરશે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યનું નિવેદન હતું કે, રિઝર્વ બેન્કને વધુ સત્તા અને સ્વતંત્રતા મળવી જોઈએ. જે સરકાર કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતાનું સન્માન નથી કરી શકતી એણે નુકસાન ભોગવવું પડે છે.