સરકારનો મોટો નિર્ણયઃ ૧ મહિના સુધી વિશ્વના કોઇપણ દેશથી ભારત આવવું મુશ્કેલ

 

નવી દિલ્હીઃ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસને ઉકેલવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીસરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. એક પછી એક સ્વાસ્થ્ય અને ઉડ્ડયનમંત્રાલયે કેટલાંય નોટિફિકેશન્સ જાહેર કર્યાં છે. એના અમલ બાદ આવનારા એક મહિના સુધી આખી દુનિયાથી પોતાને અલગ કરી લેશે. હેતુ મેન ટુ મેન કોન્ટેક્ટથી ફેલાઈ રહેલા વાઇરસ પર કંટ્રોલ કરવાનો છે. 

ભારત સરકારના આ નિર્ણયની થોડીક જ વારમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ષ્ણ્બ્)એ કોરોના વાઇરસને મહામારી જાહેર કરી દીધી. ભારત સરકારે દુનિયાના કોઈપણ દેશમાંથી આવનારા લોકોને વિઝા ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધ ૧૩મી માર્ચ ૨૦૨૦થી જ લાગુ થઈ જશે. સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા કર્મચારીઓ, કૂટનૈતિક મામલા અને સરકારી પ્રોજેક્ટસ સાથે જોડાયેલા અધિકારીઓ પર આ પ્રતિબંધ લાગુ થશે નહિ. આ સિવાય બીજા કોઈ દેશમાં દાખલ થઈ શકશે નહિ. 

ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડધારકોને મળી રહેલી સુવિધા પણ ૧૫મી એપ્રિલ સુધી પૂરી કરી દેવાઈ છે. આ નિર્ણય અમલમાં આવ્યા બાદ પર્યટન અને સાધારણ સત્તાવાર કામકાજ માટે ભારત આવવાનું મુશ્કેલ થશે. જો કોઈ ઇમર્જન્સી જેવી સ્થિતિ છે તો ભારતીય મિશનથી ખાસ મંજૂરી લેવી પડશે. સરકારે એમ પણ કહ્યું હતું કે ભારતીય નાગરિકોને કઠોરતાપૂર્વક એ સલાહ અપાય છે કે બિનજરૂરી વિદેશયાત્રાઓ ના કરો. જો તેઓ ક્યાંથી પણ પ્રવાસ કરીને પાછા ફરશે તો તેમને કમ સે કમ ૧૪ દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે અમારી આકરણી પ્રમાણે ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ હવે મહામારી બની ચૂકી છે. સ્વાસ્થ્ય સંગઠન આખી દુનિયામાં ફેલાઈ રહેલા આ વાઇરસની સક્રિયતાથી ચિંતિત છે. સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ વિદેશી શખસ ભારત આવવાની ઇચ્છા ધરાવે છે એ પહેલાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરે. તમામ ભારતીય નાગરિક અને વિદેશી નાગરિકોને કહેવાય છે કે જો ખૂબ જરૂરી ના હોય તો બિનજરૂરી પ્રવાસ ના કરો. જો તેઓ ભારત આવે છે તો તેમને ૧૪ દિવસ સુધી લોકોથી અલગ રાખી શકાય છે. 

કોરોના વાઇરસે ભારતને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો છે. ઘ્બ્સ્ત્ઝ઼-૧૯થી સંક્રમિત ૬૦ દરદી ભારતમાં પણ છે. કોરોના વાઇરસ પર સ્વાસ્થ્યમંત્રાલય પણ એલર્ટ મોડ પર છે. સ્વાસ્થ્યમંત્રાલયમાં સતત કેટલીય રાઉન્ડ બેઠક કરાય રહી છે. જોકે કોરોના વાઇરસ પર નિર્માણ ભવનમાં બેઠક બોલાવી હતી. બુધવારના રોજ થયેલી આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, હરદીપ સિંહ પુરી, નિત્યાનંદ રાય, અશ્વિની ચૌબે સહિત કેટલાય કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા. આ બેઠકની અધ્યક્ષતા સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કરી હતી. બેઠક બાદ જ આ નિર્ણય થયો છે. 

છ નવા કેસમાં ચાર બેંગ્લુરુ અને એક પુણેમાં છે. આ બધા અમેરિકા કે દુબઇનો પ્રવાસ કરી ભારત આવ્યા હતા. સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા ૧૪૦૦ લોકોને આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. ભુતાનમાં કોવિડ-૧૯થી સંક્રમિત અમેરિકાના સંપર્કમાં આવનારા ૪૦૪ લોકોને આસામમાં અલગ રખાયા છે. મોકાની નજાકતને સમજતા બુધવારના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બે વખત બેઠક થઈ. એ નક્કી છે કે સૌથી પ્રભાવી ઉપાય બહારથી આવનારા લોકોના સંપર્કને રોકવાનો છે. સરકારના નિર્ણયથી ટૂરીઝમ અને એર ટ્રાવેલ પર મોટી અસર પડશે, જેમની પહેલેથી જ સ્થિતિ ખરાબ છે. ચીન, ઇટલી, ઈરાન, કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીમાં જે પણ ભારતીય કે વિદેશી યાત્રી ૧૫મી ફેબ્રુઆરી રહ્યા હોય, તેમને ભારત આવવા પર કમ સે કમ ૧૪ દિવસ માટે અલગ મેડિકલ નજરકેદમાં રખાશે. ૧૩મી માર્ચ બાદથી જ આ વ્યવસ્થા લાગુ થઈ જશે. ભારત સરકારના આદેશ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સરહદોની અંતર્ગત થનારી અવરજવર પર પણ નક્કી ચેક પોસ્ટ પર નજર રખાશે. દરેક ચેક પોસ્ટ પર સ્ક્રીનિંગ કરાશે. તેમને અલગથી ગૃહમંત્રાલયની તરફથી નોટિફાઇ કરાશે.