સમૂહલગ્નોત્સવમાં નવદંપતીઓને મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા ક્રોશેટની વસ્તુઓની ભેટ


તાજેતરમાં આણંદમાં સાંઈબાબા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા નવદંપતીઓને ક્રોશેટની વિવિધ ચીજવસ્તુઓ ભેટમાં અર્પણ કરવામાં આવી હતી. સમૂહલગ્નોત્સવમાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન કોમલ નિરંજનભાઈ પટેલ, અંજલિબહેન કિરણભાઈ પટેલ, અરુણાબહેન જગદીશભાઈ પટેલ, શોભનાબહેન પટેલ, મીતાબહેન મિસ્ત્રી, રસિકાબહેન ચૌહાણ, મુગ્ધાબહેન કેળકર, વિભાવરીબહેન પટેલે અંકોડી અને ઊન અથવા દોરાથી ટોપી, કીચેઇન, બટવા, મોબાઇલ પર્સ, ટી કોસ્ટર, પર્સ જેવી વિવિધ વસ્તુઓ નવદંપતીઓને ભેટ આપી હતી. કોમલ પટેલ સાથે જાગૃત મહિલા સમાજનાં પ્રમુખ ભારતીબહેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.