સમાજવાદી પક્ષના રાજ્યસભા માટેના ઉમેદવાર તરીકે ફરીવાર જયા બચ્ચનની પસંદગી થઈ

0
995
IANS

સમાજવાદી પક્ષ તરફથી રાજ્યસભા માટે પુનઃ પીઢ અભિનેત્રી જયા બચ્ચનની પસંદગી કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ સપાના બહુચર્ચિત નેતા અમરસિંહે જયા બચ્ચન અંગે નુકતેચીની કરતા તેમની ટીકા કરી હતી. એવી વાતો ફેલાવવામાં આવી હતી કે, સમાજવાદી પક્ષના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ જયાબચ્ચનની કાર્યપધ્ધતિથી નારાજ છે. જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન અંગે વિવિધ પ્રકારની વ્યકિતગત   ટિપ્પણી કરનારા અમરસિંહને જયા બચ્ચનની ઉમેદવારીએ ચૂપ કરી દીધાં છે