સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું. …

 

  સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમસિંહ યાદવના જીવનને પેશ કરતી ફિલ્મ બની રહી છે. સામાજિક ક્ષેત્રે તેમણે કરેલું યોગદાન મહત્વનું છે. જયારે મૂડીવાદ અને બ્યુરોક્રસી રાજકારણના મુખ્ય આધારસ્તંભ હતા ત્યારે તેમણે સમગ્ર રાજકીય દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. નેતાજીના નામે જાણીતા મુલાયમસિંહ યાદવની બાયોપિકમાં અભિનેતા અમિત સેઠી મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં મિમોહ ચક્રવર્તી, ગોવિંદ નામદેવ, મુકેશ તિવારી, ઝરીના વહાબ અને સુપ્રિયા કર્ણિકનો સમાવેશ થાય છે. એક ખોડૂતનો પુત્ર રાજકારણમાં પ્રવેશે છે અને ખેડૂતો સહિત અન્ય શોષિત વર્ગ માટે શુંશું કામગીરી બજાવે છે એની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. સુવેન્દુ રાજ ઘોષે ફિલ્મનું નિર્દેશન કર્યું છે. નિર્માણ મીના સેઠી મંડલનું છે. ફિલ્મની રિલિઝ બાબત કોઈ માહિતી આપવામાં આવી નથી.