સમાચાર ચેનલ રિપબ્લિકના એડિટર- ઈન ચીફને જેલમાંથી મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : નામદાર અદાલતે અર્ણવ ગોસ્વામી સહિત અન્ય બે અટકાયતીઓને જામીન આપ્યાઃ તાત્કાલિક ધોરણે  જેલમાંથી  છોડવાનો જેલર , પોલીસ અધિક્ષક અને સંબંધિત પોલીસ કમિશનરને  આદેશ 

 

    જાણીતા પત્રકાર અર્ણવ ગોસ્વામીને તેમના ન્યૂઝ સ્ટુડિયોની ડિઝાઈન કરનારા અન્વય નાઈક અને તેની માતાને આત્મહત્યા માટે ઉશ્કેરનારા સંજોગો સર્જવાના આરોપસર ગિરફતાર કરવામાં આવ્યા હતા. 7 દિવસ જેલમાં રહ્યા બાદ બુધવારે 11 નવેમ્બરે સુપ્રીમકોર્ટે તેને જામીન આપ્યા હતા અને તેને જેલમાંથી છોડવાનો આદેશ જારી કર્યો હતો. અર્ણવ ગોસ્વામીની સાથે નીતિશ શારદા અને ફિરોજ મહમ્મદ શેખને પણ અટકાયતમાંથી મુક્ત કરીને જામીન પર છોડવામાં  આવ્યા હતા. તલોજા જેલની બહાર નીકળીને તરત જ રિપબ્લિક ટીવી ચેનલના એડિટર અર્ણવ ગોસ્વામી તેમની કાર પર બેસી જઈને જનતાને સંબોધન કરતા હતા. તેમણે ભારત માતાકી જયના નારાઓ પણ પોકાર્યા હતા. પોતાને  જામીન પર છોડવામાં આવ્યો એ ભારતના લોકોની જીત થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.