સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લક્ષ્યવેદ કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દક્ષિણ ઝોનના પ્રભારી ગિરીશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વીર નર્મદ દક્ષિણ ગુજરાતના હોલમાં ભવ્ય લક્ષ્યવેદ કાયર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની સાદભાવના હેઠળ ખ્યાતનામ વક્તાઓ તથા લેખકો દ્વારા િદશા, દર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે રામભાઈ મેઝરીયા તથા ભરતભાઈ પંડ્યા દ્વારા ઓડીયો માધ્યમથી પોતાનો શુભ સંદેશ બ્રહ્મસમાજને પાઠવ્યા હતા. સાથે જ કાર્યક્રમની િવશેષતા એ હતી કે આ કાર્યક્રમના તમામ પ્રસિદ્ધ વક્તાઓ તથા લેખકો બ્રાહ્મણો હતા.
કાર્યક્રમના પ્રારંભમાં જયભાઈ વસાવડા દ્વારા બ્રહ્મણત્વ વિશે ખુબ ઊંડાણભરી વાત કરવામાં આવી હતી. િચંતક અને વિચારક જયેશભાઈ વ્યાસ દ્વારા રાજકીય તથા આધ્યાત્મિક બાબતોમાં બ્ર્હ્મણોના યોગદાન િવશે વાત કરવામાં આવી હતી. જ્યારે દક્ષેશભાઈ ઠાકર દ્વારા કાર્યસભર શૈલીમાં હળવાશ સાથે ખુબ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
અમીબહેન ઉપાધ્યાએ ગાર્ગી, િવદુષી વગેરે સન્નારીને યાદ કરી મહિલાઓ િવશેષ માર્ગદર્શન તથા તેમની ભૂિમકા વર્ણવી હતા.
આ કાર્યક્રમના મુખ્ય કેન્દ્ર બિંદુ તથા પ્રિસદ્ધ હાસ્યકાર ડો. જગદીશ ત્રિવેદી હળવી શૈલીમાં હાસ્ય સાથે પોતાના જીવનની અનુભવ ગાથા સુંદર આલેિખત કરી હતી. સાથે પોતાના સ્બળથી કોઇ પણ ક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ સબિત કરવાની વાત કરી હતી.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું સુંદર સંચાલનવ ડો. દીપકભાઈ રાજ્યગુરૂએ સંભાળ્યું હતું. બ્રહ્મ સમાજને આવા સુંદર કાર્યક્રમ આપવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ ગિરીશભાઈ ત્રિવેદીને સહર્ષ િબરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here